હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો જન્મ અમદાવાદના આ ગામમાં થયો હતો, જાણો તેમની પર્સનલ લાઈફ…

હવામાન નિષ્ણાંત એવા ફેમસ અંબાલાલ પટેલનો જન્મ અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે.

અંબાલાલ પટેલે પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામમાં જ લીધું અને માધ્યમિક શાળા માટે તેઓ બાજુના ગામમાં બાણતાઈ ગામમાં ભણ્યા.

1970-1971ની સાલમાં તેઓએ અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો કોર્સ આણંદ ખાતે કર્યો ત્યારબાદ નોકરી મળી.

અંબાલાલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્નીનું કોવિડમાં અવસાન થઈ ગયું છે હાલમાં તેમને 3 બાળકો છે એક દીકરી અને 2 દીકરા.

સૌથી મોટો દીકરો રાજેન્દ્ર પટેલ ડોકટર છે  બીજા નંબરનો નાનો દીકરો સતીષ પટેલ ઓસ્ટ્રેલિયામાં છે અને ફૂડ બિઝનેસમાં પોતાનું કામ કરી રહ્યો છે.

દીકરી અલ્કા ભરત પટેલ બારડોલી ખાતે નિવૃત પીડિયાટીશન છે. ઘરે જ રહીને સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે.

અંબાલાલ પટેલે નોકરીની શરૂઆત 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કરી.

ત્યારબાદ 1986માં અંબાલાલ સેક્ટર-15 ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં આવ્યા. અહીં તેઓ કેમેસ્ટ્રી વિભાગમાં ખાતર ચકાસણીની લેબોટેરટીમાં ફરજ બજાવતા હતા.

આખરે 2005માં તેઓ રિટાયર્ડ થઈ ગયા અને હાલમાં ગાંધીનગર ખાતે રહીને પોતાનું જીવન જીવી રહ્યાં છે.