અંબાણી કરતાં પણ મોટું છે ગુજરાતનાં આ ક્રિકેટરનું ઘર, સંપત્તિમાં કોહલી સચિન-ધોની બધા પાછળ...

એક એવા ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે.

એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે.

અમે વાત કરી રહ્યા છે ભારતના પૂર્વ ક્રિકેટર સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડની.

જણાવી દઈએ કે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રોયલ ફેમિલીમાંથી છે. તેમણે બરોડા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

તેઓ લક્ષ્મી વિલાસ પેલેસના માલિક છે, જે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે.

લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે મુકેશ અંબાણીની એન્ટિલિયા 48,7800 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધુ રૂમ છે જ્યારે, બકિંગહામ પેલેસ 828,820 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

સમરજીત સિંહની સંપત્તિ તેના ક્રિકેટ સમકક્ષો કરતા ઘણી વધારે છે, તેમની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે.