હાલમાં ખબર સામે આવી છે કે ગુજરાતના દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યો સહિત 11 લોકોના અવસાન થયા છે અન્ય ત્રણ ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં સવારે 6.30 વાગ્યે ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અથડાતા છ લોકોના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા.
વાત એમ છે કે ગરબાડા તાલુકાના કેટલાક સ્થાનિક લોકો કામ અર્થે રાજકોટ ગયા હતા અને વહેલી સવારે ઓટોરિક્ષામાં દાહોદ પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાટિયા જોલ ગામ પાસે વળાંક પર એક ટ્રકે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી છ મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અને ઘાયલ ઓટોરિક્ષા ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે દરમિયાન, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં, લખતર શહેર નજીક એક ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં એક દંપતી અને તેમની બે કિશોરવયની પુત્રીઓ સહિત પાંચ લોકોના અવસાન થયા હતા. તેમણે જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ 7.30 વાગ્યે જામર ગામ પાસે થયો હતો.
વધુ વાંચો:કઈ રીતે મળે છે બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી મળવાની ટોકન? શું પૈસા આપવા પડે છે, જાણો પૂરી માહિતી…
તેમણે કહ્યું કે કારમાં બેઠેલા દંપતી તેમના ચાર બાળકો અને ડ્રાઈવર નજીકના મુલી તાલુકાના એક મંદિર તરફ જઈ રહ્યા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની બે કિશોરી પુત્રીઓ અને કાર ચાલકનો સમાવેશ થાય છે અધિકારીએ જણાવ્યું હતું કે કોળીની એક પુત્રી અને પુત્રને ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. ઘટના બાદ ટ્રક ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.