ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજી પૂરો થયો ન હતો, ત્યારે એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક છવાઈ ગયો છે. હાલ મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરનું નિધન થયું છે અને આ ઓલરાઉન્ડર બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલી છે જેનું નિધન થયું છે જેમની ગણતરી હૈદરાબાદના પ્રખ્યાત ઓલરાઉન્ડરમાં થતી હતી. સૈયદ આબિદ અલીએ ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી છે.
પરંતુ તેમણે કુલ 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સૈયદ આબિદ અલીનું લાંબી બીમારી બાદ નિધન થયું. સૈયદ આબિદ અલીએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સૈયદનું અવસાન અમેરિકામાં થયું હતું, જ્યારે સૈયદ આબિદ અલી 1967 થી 1974 સુધી ભારત માટે રમતા જોવા મળ્યા હતા. તેમણે 29 ટેસ્ટ મેચોમાં 1018 રન બનાવ્યા અને 47 વિકેટ લીધી.
તમને જણાવી દઈએ કે 60ના દાયકામાં સૈયદ આબિદ અલીની ગણતરી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થતી હતી. તેમણે હૈદરાબાદ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. આ ઉપરાંત, તેમણે ઘણી વિકેટો પણ પોતાના નામે કરી છે, પરંતુ હવે 83 વર્ષની વયે તેમનું અમેરિકામાં અવસાન થયું છે. સૈયદ આબિદ અલીએ અંતિમ શ્વાસ લીધા.
ફોટો ક્રેડિટ:ગૂગલ
દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઇતિહાસ યાદ કરતાં કહ્યું, “જો મને બરાબર યાદ છે, તો સૈયદ આબિદ અલી વિશ્વના પહેલા બોલર હતા જેમણે ટેસ્ટ મેચના પહેલા બોલ પર બે વાર વિકેટ લીધી હતી. મારી ડેબ્યૂ ટેસ્ટમાં, જ્યારે તેને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી, ત્યારે તેને બોલ ફેંક્યા પછી તરત જ ભાગી જવાની આદત હતી. આ રણનીતિ અસરકારક સાબિત થઈ કારણ કે આ કારણે વિરોધી ટીમે ઓવર-થ્રોને કારણે ઘણા રન ગુમાવ્યા. હું તેમના સંબંધીઓ અને તેમના બધા નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”