વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો નથી. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આશંકા વ્યક્ત કરી હતી કે આ સ્ટાર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી પણ બહાર રહી શકે છે. IPL 22 માર્ચથી શરૂ થશે.
જેની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે કોહલીને શરૂઆતમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચ પહેલા તે ટીમમાંથી ખસી ગયો હતો.
સ્ટાર ક્રિકેટર અને તેની પત્ની અનુષ્કા શર્માએ આ મહિનાની શરૂઆતમાં તેમના બીજા બાળકના જન્મની જાહેરાત કરી હતી. જ્યારે ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે શું કોહલી લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ IPLમાં રન બનાવવા માટે બેતાબ હશે, તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે મજાકમાં કહ્યું, ‘શું તે રમશે… તે કોઈ કારણસર નથી રમી રહ્યો. કદાચ તે IPLમાં પણ નહીં રમે.
વધુ વાંચો:ઓનલાઈન ગેમના ચક્કરમાં દીકરા એ માં સાથે કર્યું શરમજનક કૃત્ય, આખો બનાવ વાંચી લાલપીળા થઈ જશો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.