હાલમાં અરવલ્લી જિલ્લાના શામળાજી હાઈવે નજીક એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે વાત એમ છે કે બામણવાડ પાસે વીજ લાઇન સાથે અથડાતાં બકરાં ભરેલી ટ્રકમાં અચાનક આ!ગ લાગી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો અને 150થી વધુ ઘેટા-બકરા રાખ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેમાં સવાર ત્રણ લોકો અને 150 ઘેટા-બકરા બ!ળીને ખાખ થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસાના બામણવાડ પાસેથી ઘેટા-બકરા ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી ટ્રક વીજલાઈન સાથે અથડાઈ હતી અને અચાનક ટ્રકમાં જોરદાર આગ ફાટી નીકળી હતી ટ્રકમાં આગ લાગવાના કારણે ટ્રકમાં હાજર 150 જેટલા ઘેટા-બકરા બળીને રાખ થઈ ગયા હતા.
વધુ વાંચો:કુદરતના ઘરે ફૂલ જેવા બાળકની શું ખોટ પડી, જામનગરનો 13 વર્ષનો બાળક યોગા કરતાં કરતાં ઢળી પડ્યો…
બકરીઓની સારસંભાળ લેવા માટે ટ્રકમાં સવાર બાળક સહિત ત્રણ લોકોના અવસાન થયાની માહિતી પણ સામે આવી છે. ઘટનાની જાણ થતાં મોડાસા શહેર ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.