લાંબા સમયથી કામ ચાલતું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે સમારોહ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા બિઝનેસમેન સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલ્યું છે.
આ યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારનું નામ પણ સામેલ છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ, રિટાયર્ડ આર્મી ઓફિસર્સ, વકીલો, વૈજ્ઞાનિકો અને કવિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
વધુ વાંચો:કોણ છે એનિમલ ફિલ્મની હિરોઈન તૃપ્તિ ડિમરી? જેના ઈન્ટીમેટ સીન થઈ રહ્યા છે વાયરલ, જાણો…
આ સિવાય સંગીતકારો, પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વ્યક્તિઓ અને સંતો અને પૂજારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ તમામને વ્હોટ્સએપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
માહતી અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 8 હજાર આમંત્રિતોમાંથી લગભગ 6 હજાર દેશભરના સંતો અને પૂજારીઓ હશે જ્યારે બાકીના 2 હજાર લોકો વિવિધ વિસ્તારોમાંથી વીવીઆઈપી હશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.