અભિનેતા સલમાન ખાન 14 એપ્રિલે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ બાદ આજે વિદેશ જવા રવાના થઈ ગયો છે. સલમાન ખાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે એક ઈવેન્ટ માટે દુબઈ ગયો છે.
રવિવારે વહેલી સવારે ગોળીબાર થયા બાદ સલમાન ખાન તેના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ઘરની બહાર આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ પરત ફર્યો હતો. જે બાદ આજે તે પહેલીવાર પ્રવાસ કરી રહ્યો છે. તે એક લક્ઝરી પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે દુબઈ ગયો છે.
અભિનેતાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અભિનેતા એરપોર્ટ પહોંચે તે પહેલા તેનો બોડીગાર્ડ શેરા આવે છે અને સલમાનની રાહ જુએ છે, ત્યારબાદ સલમાન આવે છે અને કહે છે કે તે દુબઈ જઈ રહ્યો છે.
આ પણ વાંચો:બીજી વખત માં બનવા જઈ રહી છે આ ટીવી એક્ટ્રેસ, દીકરીના જન્મના ચાર વર્ષ બાદ ફરી પ્રેગ્નેન્ટ થઈ…
સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનાર આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાની સોમવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ બંનેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.