આ વખતે ગુજરાતમાં કાળજાળ ગરમી પડી છે 47 ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું આ વખતે 5થી 7 દિવસ વહેલા શરૂ થયું છે.
વરસાદ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ કરી છે દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં 40 મિલિમીટર, મોરવાહડફમાં 27 મિલિમીટર, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11, કપરાડામાં 10, જેતપુરમાં 8 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં 5-5 મિલિમીટર વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો:અનન્યા પાંડેના હોઠોએ લૂંટી લાઇમલાઈટ, શું આદિત્ય રૉય સાથે બ્રેકઅપ બાદ અભિનેત્રીએ હોઠ ફિલર્સ કરાવ્યા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.