ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલ મેચની સવારે તેનું વજન 50 કિલોથી 100 ગ્રામ વધુ હતું.
જેના કારણે વિનેશને ઈવેન્ટમાંથી જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે ભારત માટે ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલી વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
તેણે તેની માતાની માફી માંગી અને X એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. 29 વર્ષની વિનેશે લખ્યું- મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગયો, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024, હું હંમેશા તમારા બધાનો ઋણી રહીશ, મારી માફી.
આ પણ વાંચો:ત્રીજા સ્ટેજના કે!ન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, શેર કર્યો ઈમોશનલ વિડીયો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.