હાલના સમયના અંદર મશહૂર બીજેન્સ મેન મુકેશ અંબાણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને કહેવામા આવે છે કે હાલના સમયના અંદર તેમણે એક મોટું ઘર ખરીદ્યું છે જે ખૂબ જ આલીશાન અને સુંદર દેખાય છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીએ હાલમાં જ દુબઈમાં એક મોંઘું ઘર ખરીદ્યું છે જે અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર હોવાનું કહેવાય છે. તેની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા છે.
બ્લૂમબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે પામ જુમેરાહમાં આ પ્રોપર્ટી મુકેશ અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને $80 મિલિયનમાં ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘરમાં 10 બેડરૂમ, એક પર્સનલ સ્પા, ઇન્ડોર અને આઉટડોર પૂલ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ઘરની નજીક છે. આ રીતે અંબાણી તેમના નવા પાડોશી બનશે. રિપોર્ટ અનુસાર દુબઈના આ ઘરની ડીલ હાલમાં પબ્લિક ડોમેનમાં નથી.
વધુ વાંચો:ફિલ્મ હિટ થવાથી 200 લોકો સાથે રંગરેલીયા મનાવી ચૂકી છે આ અભિનેત્રી, 60 વર્ષની ઉંમરે ચોંકાવનારો ખુલાસો…
તમને જણાવી દઈએ કે, અગાઉ રિલાયન્સએ યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડ ખરીદવા માટે $79 મિલિયનનો ખર્ચ કર્યો હતો. તેને અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ ખરીદ્યો હતો.
જ્યારે ભારતમાં અંબાણી અને તેમનો પરિવાર મુંબઈની 27 માળની ઈમારત એન્ટીલિયામાં રહે છે જેમાં ત્રણ હેલિપેડ, 168 કાર માટે પાર્કિંગ, 50 સીટનું મૂવી થિયેટર જેવી ઘણી વૈભવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.