હાલમાં દેશમાં વર્લ્ડકપને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એ મુંજવણમાં છે કે કયા 15 ખલેઆડીઓ હશે એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI બોસ સૌરવ ગાંગુલીએ 5 ઓક્ટોબરથી શરૂ થનાર વનડે વિશ્વકપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ પસંદ કરી છે.
દાદાએ વિશ્વકપ ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નથી ભારતીય ક્રિકેટ બોર્ડે 5 સપ્ટેમ્બર પહેલા 2023ના વનડે વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતની એશિયા કપની જે ટીમ છે, તેની આસપાસ વર્લ્ડકપની ટીમ પણ હશે.
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ એશિયા કપની ટીમની જાહેરાત સમયે કહ્યુ હતું કે વર્લ્ડ કપની ટીમ કંઈક આ પ્રકારે હશે. દાદાએ ત્રણ રિઝર્વ ખેલાડીઓને પણ પસંદ કર્યા છે જેમાં યુઝવેન્દ્ર ચહલ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે.
વધુ વાંચો:શું મલાઈકા અરોરા અને અર્જુનનું બ્રેકઅપ થયું, હાલમાં અભિનેતા આ અભિનેત્રી સાથે છે ચર્ચામાં, જાણો કોણ છે…
વર્લ્ડ કપ 2023 માટે ગાંગુલીની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર. સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપની ટીમમાં ધાંસુ બેટ્સમેન તિલક વર્મા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પસંદ કર્યા નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.