એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૧૯માં સુરતમાં શરૂ કરવામાં આવેલી પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા શહેરના જુદા જુદા ભાગોમાં પહોંચી ગરીબ અને નિસહાય લોકોને વિના મૂલ્યે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે.
પરતું શું તમે જાણો છો કે જે પોપટભાઈ આહીર ના નામે આ ફાઉન્ડેશન ની શરૂઆત કરવામાં આવી છે તેમનું અસલ નામ પોપટભાઈ નહિ પરંતુ રજની છે જો કે તેમને નાનપણથી બોલવાની ખૂબ જ આદત હતી જેને કારણે તેમના પરિવારના સભ્યોએ તેમનું નામ પોપટ રાખ્યું.
હાલમાં ગરીબોની સેવા માટે જાણીતા બનેલા પોપટભાઈ એ ભાવનગરના અનાથાશ્રમ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ સુરતની પીટી સાયન્સ કોલેજમાંથી બીએસસીનો અભ્યાસ કર્યો છે.
વધુ વાંચો:ઘોર કળીયુગ: સગી માં એ દિકરા સાથે રોમાંટિક અંદાજમા પુલમાં અડધા કપડામાં વિડીઓ બનાવ્યો…
હાલમાં ૨૫ વર્ષની ઉંમરના પોપટભાઈ એ દોઢ વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી.તેમના પરિવારમાં માતા અને તેમના મોટાભાઈ છે.
તે તેમના એનજીઓ દ્વારા સમાજ સેવામાં જોડાયેલા છે તેમની કમાણી પણ યું ટ્યુબ વિડિયો, પ્રમોશન વગેરે પર આધારિત છે જો કે સમાજ સેવા ઉપરાંત તેમને લગ્ન ગીત ગાવાનો શોખ છે.
હાલમાં પોપટભાઇ ના ઈન્સ્ટાગ્રામ પર ૮ લાખ થી વધારે અને તેમની પોપટભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ પોપટભાઇ ફાઉન્ડેશન નામની ચેનલ પર ૯ લાખ કરતાં વધારે સબ્સ્ક્રાઇબર છે.