ટીમ ઈન્ડિયાના ધાંસુ ઓપનર શુભમન ગિલ પણ અફઘાનિસ્તાન સામે બુધવારે અહીં યોજાનારી ભારતની આગામી વર્લ્ડ કપ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે ચેન્નાઈમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ભારતીય ટીમ સોમવારે ચેન્નાઈથી દિલ્હી પહોંચી હતી.
પરંતુ બીમારીના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ભારતની પ્રથમ મેચમાંથી બહાર રહેલો ગિલ ટીમ સાથે આવ્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું હતું કે ગિલની તબિયત ખરાબ છે પરંતુ તેણે તેની બીમારી વિશે જણાવ્યું ન હતું.
BCCIએ લેટેસ્ટ અપડેટમાં કહ્યું ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ 9 ઓક્ટોબર, 2023ના રોજ ટીમ સાથે દિલ્હી નહીં આવે. ઓપનિંગ બેટ્સમેન ગીલ જે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં ટીમની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
વધુ વાંચો:શાહરૂખ ખાનને મળી જા!નથી મા!રી નાખવાની ધ!મકી, જાણો શું છે કારણ, સરકારે આપી Y+ સિક્યોરીટી…
તે દિલ્હીમાં 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામેની ટીમની આગામી મેચમાં પણ રમી શકશે નહીં તે ચેન્નાઈમાં જ રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.
photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.