હાલમાં એક શોકિંગ ખબર સામે આવી છે કે ફેમસ અજબોપતિમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં રૂપિયા 400 કરોડની માંગણી કરવામાં આવી છે.
પોલીસે મંગળવારે જણાવ્યું કે અંબાણીની કંપનીને સોમવારે આ ઈમેલ મળ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ચાર દિવસમાં અંબાણીને મોકલવામાં આવેલો આ ત્રીજો ધમકીભર્યો ઈમેલ છે આ પહેલા, શુક્રવારે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પ્રથમ ઈમેલ મોકલવામાં આવ્યા બાદ ઉદ્યોગપતિના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે અહીં ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. શનિવારે કંપનીને 200 કરોડ રૂપિયાની માંગણી કરતો બીજો ઈમેલ મળ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે સોમવારે કંપનીને ત્રીજો ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં ઈમેલ મોકલનાર વ્યક્તિએ આ રકમ બમણી કરી હતી.
વધુ વાંચો:સુરતમાંથી સામે આવ્યો ચક્કર ચડાવી નાખે એવો બનાવ, એકજ પરિવારના 7 લોકોએ કરી સામૂહિક ખુદખુશી…
તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સાઈબર ટીમ ઈમેલ મોકલનાર વ્યક્તિને ટ્રેસ કરવા માટે કામ કરી રહી છે. મુંબઈ પોલીસે ગયા વર્ષે બિહારના દરભંગામાંથી મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બો!મ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.