બોલિવૂડ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર કાજોલની માતા અને જાણીતી અભિનેત્રી તનુજાની તબિયત લથડી છે તનુજાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર સામે આવ્યા બાદ બી-ટાઉનથી લઈને એક્ટ્રેસના ફેન્સ સુધી દરેક જણ દુઃખી થઈ ગયા છે રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી તનુજાને ICUમાં રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તનુજા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તનુજા ઘણીવાર બોલિવૂડ ઈવેન્ટ્સમાં જોવા મળે છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
અહેવાલો અનુસાર અજય દેવગનની સાસુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ અભિનેત્રીને આઈસીયુમાં દાખલ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તનુજાને રવિવારે સાંજે ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર હવે અભિનેત્રીની હાલત પહેલા કરતા સારી હોવાનું કહેવાય છે.
વધુ વાંચો:પુનીત સુપરસ્ટારે ઉર્ફી જાવેદને લગ્ન માટે કર્યો પ્રપોઝ! અભિનેત્રીએ ‘આઈ લવ યુ’ પણ કહ્યું, પછી આપ્યો આવો જવાબ…
તનુજાની તબિયત બગડ્યા બાદ તેના ચાહકો અભિનેત્રીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કાજોલની માતા તનુજા હવે 80 વર્ષની થઈ ગઈ છે. તનુજાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. એક સમયે તનુજાનો બોલિવૂડમાં ઘણો દબદબો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.