Actress Twinkle Khanna completed her graduation at the age of 50

50 વર્ષની ઉંમરે અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પૂરું કર્યું ગ્રેજ્યુએશન, પતિ અક્ષય કુમારે કહી આવી વાત…

Bollywood

એક સમયની પ્રખ્યાત અભિનેત્રી અને અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી તે લેખિકા બની અને હવે તેણે પોતાનું અધૂરું શિક્ષણ પૂરું કર્યું છે. હાલમાં ખબર સામે આવી છે કે તેણે 50 વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે અક્ષયે તેની પત્ની સાથેની તસવીર પોસ્ટ કરી છે.

અક્ષયે લખ્યું જ્યારે તમે મને બે વર્ષ પહેલા કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માંગો છો, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જે દિવસે મેં તને આટલી મહેનત કરતા જોયો ત્યારે મને ખબર હતી કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. તમે ઘર, કારકિર્દી અને બાળકોની સાથે તમારા ભણતરનું પણ ધ્યાન રાખ્યું.

તમારા ગ્રેજ્યુએશનના દિવસે હું વિચારી રહ્યો છું કે જો હું થોડું વધુ શીખ્યો હોત તો આજે મારી પાસે તમને કહેવા માટે પૂરતા શબ્દો હોત, ટીના, મને તમારા પર કેટલો ગર્વ છે. અભિનંદન અને હું તમને પ્રેમ કરું છું.

વધુ વાંચો:21 વર્ષની ઉંમરમાં કરોડો રૂપિયાની માલિકીન છે ટીવી અભિનેત્રી અનુષ્કા સેન, મહિને કમાય છે લાખો રૂપિયા…

આ અંગે ટ્વિંકલ ખન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના ગ્રેજ્યુએશન દિવસની ઝલક જોવા મળી રહી છે. તેણે વિડિયોને કેપ્શન આપ્યું આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે.

ગોલ્ડસ્મિથ્સમાં મારો પહેલો દિવસ ઘણો સમય પહેલાનો અને ગઈકાલ જેવો લાગે છે. એક સન્ની દિવસ, એક સુંદર સાડી અને મારી બાજુમાં રહેલા મારા પરિવારે દિવસને મારી કલ્પના કરતાં પણ વધુ પરફેક્ટ બનાવી દીધો હતો દરમિયાન, ટ્વિંકલે લંડન યુનિવર્સિટીમાંથી ક્રિએટિવ અને લાઈફ રાઈટિંગમાં ડિગ્રી પૂર્ણ કરી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *