તમે બધાં જાણો છો કે ભોજન એક જીવનનો ભાગ છે તેના વગર એક દિવસ તો નીકળી જાય પરંતુ બીજો દિવસ કાઢવો મુશ્કેલ બની જતો હોય છે ત્યારે વિચારો કે જ્યારે કોઈને ભોજન ન મળે તો તેના દિવસો કેમ પસાર થતા હશે એ તો આ પીડિત જ સમજતી હશે રાત-દિવસ મહેનત કરીને લોકો કમાય છે તે માત્ર ભોજન માટે કામ કરે છે.
કારણ કે જો લોકો કમાશે નહીં તો પૈસા નહીં આવે અને પૈસા નહીં આવે અનાજ ખરીદી નહીં શકાય. તે માટે જ લોકો રાત-દિવસ એક કરીને પોતાના પરિવાર માટે મહેનત કરીને પૈસા કમાતા હોય છે જેથી કરીને આ લોકો પરિવાર સાથે હળી-મળીને રહે અને શાંતિથી બે ટાણાનું ભોજન મેળવી શકે. મિત્રો એક દાદા એવા છે.
જેને જમાવાનું ન મળવાથી પોતાનું પેટ દોરીથી બાંધી દીધું હતું કેમ કે તેની પાસે ભોજનની કોઈ વ્યવસ્થા નથી આ માટે તે આમ કરવા મજબૂર બન્યા હતાં વડોદરાના રોડ પર રહેતા જયદેવ દાદા આમ તેમ ભટકતા હતાં જેઓ માંગીને પોતાનું જીવન પસાર કરતા હતાં તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે મારો પરિવાર વડોદરામાં જ રહે છે.
આ દાદાની પરિસ્થિતિ વિશે પોપટભાઈની ટીમને ખબર પડી તો આ ટીમ દાદાની સેવા માટે આવી હતી 60 વર્ષ દાદાની હાલત એકદમ ખરાબ છે તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે નિરાધાર હાલતમાં રોડ પર રખડતા દાદાની સ્થિતિ એવી હતી કે પોપટભાઈની ટીમને મદદ માટે મેસેજ કર્યો હતો.
વધુ વાંચો:ગુજરાતમાં આ જગ્યા એ મળે છે ધમાલ સમોસાં, જે તમે ક્યારેય નહીં ખાધ્યા હોય ! કિંમત છે માત્ર 4…
શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ હોય દાદા રોડ પર જ 2થી 3 વર્ષથી રહેતા હતાં. પોપટભાઈએ લોકોને વિંનતી કરી હતી કે આવા લોકોની બને ત્યાં સુધી સેવા કરો અને તેના જીવન વિશે જાણવાની કોશિશ કરો આ દાદાને વડોદરાના આણંદનગર સેવા સંસ્થામાં લાવવામાં આવ્યાં હતાં અહીં લાવીને દાદાના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી હતીં.
પોપટભાઈની ટીમે દાઢી બનાવી આપી હતીં પછી જ્યારે તેના ફાટેલા વસ્ત્રો કાઢ્યા તો દાદાએ પોતાના પેટ પર એક રસ્સી બાંધીને રાખી હતીં. આ રસ્સી બાંધવાનું કારણ એવું હતું કે દાદાને ભૂખ ન લાગે તે માટે રસ્સી બાંધી હતીં દાદા જમતા ન હોવાથી શરીરમાં નબળાય આવી ગઈ હતીં અને તો તેમને પોપટભાઈએ કહ્યું હતું.
જો તમે જમશો તો તમારૂ શરીર પહેલા જેવું જ થઈ જશે. પોપટભાઈએ લોકોને જણાવતા કહ્યું કે વધારે સમય નથી લાગતો રોડ રઝળતા લોકોનું જીવન બદલવામાં. ત્યારે એમ પણ કહ્યું તમારી આસપાસ આવા લોકો હોય અવશ્ય મદદ કરજો આના બારામાં તામરે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.