ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે તેના બોયફ્રેન્ડ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કરશે. જો કે તેણે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસી પન્નુ છેલ્લા 10 વર્ષથી મેથિયાસ બોને ડેટ કરી રહી છે. હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. તાપસી રાજસ્થાનમાં પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા, કેટરિના કૈફ અને કિયારા અડવાણીની જેમ સાત ફેરા લઈ શકે છે આ અંગે આયોજનો કરવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો:રામ મંદિરમાં થઈ રહી છે ધનવર્ષા, દાન ગણતાં-ગણતાં કર્મચારીઓના પરસેવા છૂટયા, જુઓ આંકડો…
તાપસી પન્નુ તાજેતરમાં જ ફિલ્મ ડંકી’માં લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન પણ છે. આ ફિલ્મ હિટ રહી છે. આ સિવાય તાપસી પન્નુએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
તાપસી પન્નુ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે હિન્દી સિવાય તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી અને 2010 માં તેલુગુ ફિલ્મ ઝુમ્મંડી નાદમથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે 2013માં ચશ્મે બદ્દૂરથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.