મોડર્ન જમાનાના બાળકો જ્યારે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત હોય છે, ત્યારે વડોદરાના 14 વર્ષના એક છોકરાએ અંતરિક્ષમાં રોકેટ ઉડાડવાની તૈયારી કરી દીધી છે ગુજરાતના વડોદરામાં 14 વર્ષના બ્રજ પટેલે કર્યું અનોખું પરાક્રમ.
આ માસૂમ દેખાતા બાળકે કર્યું એવું પરાક્રમ જે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, બ્રજ પટેલ નામના બાળકે એક રોકેટ તૈયાર કર્યું છે જે સૌર ઉર્જા પર ચાલશે અને પૃથ્વી સાથે અથડાતા લઘુગ્રહને નષ્ટ કરી દેશે અથવા તો તેની દિશા બદલી નાખશે.
આ રોકેટ બનાવવાનો વિચાર બ્રજ પટેલને 11 વર્ષનો હતો ત્યારે આવ્યો હતો. પછી તેણે જાતે જ સંશોધન કર્યું અને રોકેટની ડિઝાઈન તૈયાર કરી, ત્યારબાદ તેણે 2020માં તેની પેટન્ટ માટે અરજી કરી. હવે રોકેટની શોધની પેટન્ટ પૂર્ણ થઈ ગઈ છે આ રોકેટ બનાવવાનો વિચાર વ્રજને 11 વર્ષનો હતો ત્યારે આવ્યો પછી તેણે જાતે જ રિસર્ચ કરીને આ રોકેટની ડિઝાઈન તૈયાર કરી.
તમને જણાવી દઈએ કે વ્રજના પિતા મિથિલેશ પટેલ પણ એક શોધક છે અને તેમણે ઘણી શોધ કરી છે તેમના નામે પેટન્ટ પણ મેળવી છે. વ્રજ પટેલનું સપનું છે કે, તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માગે છે. તે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રમાં આગળ વધવા માગે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.