હાલમાં સાળંગપુર હનુમાનજીના નીછે ભીંત ચિત્રોને લઈને ચારેય બાજુ વિવાદ સર્જાયા છે આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી સ્વામીનારાયણના સંતને નમન કરી રહ્યા હોય તેવા ચિત્રો મૂકતા વિવાદ જાગ્યો છે. જેને લઈને ભક્તો અને સનાતન પ્રેમીઓમાં ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સનાતનના સાધુ-સંતોએ આ ચિત્રો હટાવી દેવાની માંગ કરી છે.
તેવામાં હાલ એક સનાતની ભક્તે સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ નીચે રહેલા ચિત્રોને ભંગવાની કોશિશ કરી છે તેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં સફેદ કુર્તામાં એક વ્યક્તિ હાથમાં ફ!રસી લઈને મૂર્તિ નીચેના ચિત્રોને ભાંગતો જોવા જોવા મળે છે.
આ ઉપરાંત તે ભીંચચિત્રો પર કાળો કલર કરતો પણ જોવા મળે છે. જોકે આ વ્યક્તિ વધારે કંઈ નુકસાન પહોંચાડે તે પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તેને જપ્ત કરી લીધો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.