ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર ભારે જોવા મળી છે આ કારણે અનેક જગ્યાએ ગંભીર અસર થઇ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ભારે તબાહી પણ મચી છે તેમજ અનેક વૃક્ષો, વીજપોલ જેવી અનેક વસ્તુઓ ધરાશાયી થઇ છે.હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકો છો કે પાણીની ટાંકી ઉડીને યુવકના માથા પર પડી અને જે હાલ થયા એ જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે.
આ ઘટના સુરત શહેરની છે. જે રીતે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના કારણે જોરદાર પવન ફુંકાયો હતો એવી જ રીતે સુરત શહેરમાં પણ ભારે પવન ફુંકાયો હતો. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામેં આવી છે. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો છે, ત્યારે અચાનક જ પાણીની ટાંકી આ યુવક ઉપર પડે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક યુવક અને બાળક રસ્તા પર ચાલી રહ્યા હતા અને આ દરમિયાન બિલ્ડીંગ ઉપર થી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ડાયરેક્ટ યુવક ઉપર પડતા જ આ આયુવકના માથાના અને કમરના ભાગ પર ઇજા થઇ હશે, આ બનાવ બનતા જ ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ યુવકને બચાવવા દોડી ગયા હતા.
વધુ વાંચો:પુત્રના કરણના લગ્નમાં સની દેઓલે હાથ પર લગાવી મહેંદી, ફોટા થયા વાયરલ, જુઓ…
લોકોએ પાણીની પ્લાસ્ટિકની ટાંકીને ખસેડીને તેની નીચેથી વ્યક્તિને બહાર કાઢીને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી અને દુઃખ છે, ઈશ્વરની દયાથી કોઈપણ પ્રકારની જાનહાની ન થઇ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.