બોલિવૂડ એક્ટર આમિર ખાન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે આમિરના ડેટિંગના સમાચાર વાયરલ થયા છે. હાલમાં જ બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ દરમિયાન હવે મીડિયામાં આમિર ખાન અને ફાતિમાના લગ્નની અફવાઓ ઉડી રહી છે. અહેવાલ છે કે આમિર ખાન ટૂંક સમયમાં ફાતિમા સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ રશીદ ખાન ઉર્ફે KRK એ દાવો કર્યો છે કે અફવાવાળા કપલ આ વર્ષે લગ્ન કરશે.
જોકે, આમિર અને ફાતિમામાંથી કોઈએ પણ તેમના સંબંધો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી બોલિવૂડ એક્ટર કેઆરકેએ આમિર ખાન અને ફાતિમા સના શેખની ડેટિંગની પુષ્ટિ કરી છે તેમણે ટ્વીટ કરીને બંને વચ્ચેના સંબંધો વિશે જાણકારી આપી છે.
વધુ વાંચો:બધાના ફેવરેટ ગુજરાતી કલાકારોના પરિવાર અને તેમના કરિયર વિશે, જાણો આ વાતો…
કમલે એક ટ્વિટ દ્વારા ફાતિમાના લગ્ન અંગે દાવો કર્યો છે આવી સ્થિતિમાં આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને હોબાળો મચી ગયો છે કમાલ આર ખાને ટ્વિટ કરતા લખ્યું બ્રેકિંગ ન્યૂઝ આમીર ખાન તેની દીકરીની ઉંમરની ફાતિમા સના શેખ સાથે ખૂબ જ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે આમિર ફિલ્મ દંગલના સમયથી સનાને ડેટ કરી રહ્યો છે.
કેઆરકેના આ ટ્વીટ પછી ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કરી દીધું છે તેની આ ટ્વીટ વાંચીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે એક યુઝરે લખ્યું વિશ્વાસ નથી કરી શકતો બીજાએ લખ્યું લગ્ન ક્યારથી થયા છે.
અન્ય લોકોએ લખ્યું, આવા સમાચાર આપવા માટે KRKનો આભાર ફાતિમા અને આમિર બંને ‘દંગલ’માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં આમિરે ફાતિમાના પિતાનો રોલ કર્યો હતો.