મિત્રો ગુજરાતમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર 21 વર્ષની ઉંમરે IPS ઓફીસર જેમને દરેક ધર્મ ના લોકો પસંદ કરે છે તેમના સ્વભાવ અને એમના સંસ્કાર ભર્યા વર્તન થી દરેક વ્યક્તિ પરીચીત છે એવા સફીક હસન વિશે આપણે વાત કરીશું આઈપીએસ સફીક હસન નો જન્મ બનાસકાંઠાના પાલનપુર પાસેના કાણોદર ગામમાં જન્મ 21 જુલાઈ 1995ના રોજ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.
સફિન હસનનાં માતા નસીમબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિન હસનને કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં ભણવા મોકલ્યા કાણોદર ની જ સરકારી માધ્યમિક સ્કૂલમાં ધોરણ-10 સુધી અભ્યાસ તેમને અભ્યાસ કર્યો ત્યાર બાદ તેઓ સુરત ગયા અને ત્યાં જ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો સફિક ના પિતા લાઇટ રીપેરીંગ નું કામ કરતા હતા.
તો તેમની માં હીરા ઘસવાનું કામ સાથે લગ્ન પ્રસંગે રોટલી બનાવવા જતાં હતાં સફિક હસન ના મનમાં આઈપીએસ બનવાનું સપનું હતું તેઓ યુપીએસસીની પરીક્ષા કરતા હતા સાથે જીપીએસસી ની પણ પરીક્ષા આવવાની હતી પરંતુ એ માટે તેમને તૈયારી કરી નહોતી એ છતાં પણ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી રાજ્યમાં 34 મો નંબર મેળવીને જિલ્લા રજિસ્ટ્રાર તરીકે તેમની નિમણૂક થઈ.
પંરતુ તેઓ એ આ નોકરી ના સ્વિકારી એક મહિના બાદ યુપીએસસી પરીક્ષાનું રિઝલ્ટ પણ આવી ગયું અને તેમને ભારતભરમાં 570 મો ક્રમ આવ્યો હૈદરાબાદ ખાતે તેઓએ આઈપીએસ ની ટ્રેનિંગ પૂરી કરીને જામનગર આઈપીએસ અધિકારી તરીકે સ્થાન મેળવ્યું તેમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે તેઓ જ્યારે યુપીએસસીની પરીક્ષા આપવા જતા હતા.
વધુ વાંચો:ધોરણ 10 ફેલ છતાં, 29 વર્ષની ઉંમરમાં ચલાવે છે 500 કરોડની કંપની, જાણો ગુજરાતનાં આ યુવક વિષે…
ત્યારે તેમની એકટીવાનો અકસ્માત થયો હતો અને તેમને ગંભીર પગમાં ઇજાઓ થવા છતાં પણ તેમને પેઈનકીલર ખાઈ પેપર આપ્યા હતા પેપર આપ્યા બાદ ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો હતો આઇપીએસ ઓફિસર બન્યા બાદ તેમને ભાવનગરમાં શક્તિ આરાધ્ય ધરોસ્તવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું આ સમયે હજારોની વેદની વચ્ચે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સફિક અસર સ્ટેજ પર આવ્યા હતા.
અને તેમને ભગવદ ગીતા અને કૃષ્ણ જીવન પર જે વાતો કરી હતી તેમનું લાંબો સમય ચાલતુ આ વક્તવ્ય સાભંડતા સાધુ સંતો પણ ચોંકી ગયા હતા અને તાલીઓ પાડી ને સફીક હસન ની સર્વે ધર્મ સમાન ની ભાવનાઓ ને બિરદાવી હતી સફીક હસન માત્ર આઈપીએસ અધિકારી નહીં પરંતુ ખુબ જ આધ્યાત્મિક અને જ્ઞાની પુરુષ છે તેવું તેમને સાબીત કરી બતાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોએ તેમના સ્વભાવ ને ખુબ પસંદ કર્યો હતો તેઓને અમદાવાદ માં ટ્રાફિક ની જવાબદારી સોંપવામાં આવી છે તેઓની ટીમ હાલ અમદાવાદ પુર્વ માં ખુબ સારું કામ કરી રહી છે.