About Gujarat's famous singer Farida Mir

ગુજરાતની ફેમસ સિંગર ફરીદા મીર મૂળ આ ગામ થી છે, 14 વર્ષ ની ઉંમરથી જ બતાવ્યો હતો પોતાના અવાજનો જાદુ…

Bollywood

આજના મોડર્ન યુગમાં જ્યા એક તરફ સાઉથ ફિલ્મોની બોલબાલા થઈ રહી છે એવા સમયે ઘણા લોકો એવા છે જે આજે પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકગીતો સાથે જોડાયેલા છે આજના સમયમાં ગુજરાતી ગાયિકા કલાકારોમાં કિંજલ, ગીતાબેન, ઉર્વશીબેન જેવા અનેક કલાકરો ગુજરાતીઓના હૈયામાં રાજ કરી રહ્યા છે પણ એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ગાયિકામાં ફરીદા મીરનું નામ મોખરે હતું.

તેમાં પણ કેટલાક લોક ગાયક એવા છે જેમને દેશમાં જ નહિ વિદેશમાં પણ ખૂબ નામના મેળવી છે આવા જ એક કલાકાર છે ફરીદા મીર આજકાલ જ્યા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ધર્મના નામે રાજકારણ થઈ રહ્યું છે એવામાં ફરીદા મીર એક એવા ભજન ગાયિકા છે જેમને મુસ્લિમ હોવા છતાં હિન્દુ ભજન ગાઈ નામના મેળવી છે.

એક ભજન કલાકાર તરીકે જેને નામ રોશન કર્યું તે એટલે ફરીદા મીર! ભજનન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે ઘણા ઓછા લોકો જાણતા હશે કે, મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે  અનોખું નામ બનાવ્યું પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા.

જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે. આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. માત્ર ભજનકલાકાર તરીકે નહી પણ અનેક ગીતો ગાયા છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા ધોરણ 10માં જ હતા.

વધુ વાંચો:આ છે ગુજરાતનાં ફેમસ કલાકાર વિક્રમ ઠાકોરનો પરિવાર, તસવીરો સાથે જુઓ કોણ કોણ છે તેમના ઘરમાં…

એટલે કે ત્યારે તેમની ઉંમર માત્ર 14 વર્ષની ઉંમરમાં  જ ગાયિકી ક્ષેત્રમાં આગળ વધ્યા  અને પિતા સાથે જાહેરમાં કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું અને ત્યારબાદ લગ્ન ગીતો પણ ગાવાનું શરૂ કર્યું. આજે ફરીદા મીર દેશ-વિદેશોમાં અભિનય કરનાર ફરીદા મિરે અનેકગણા ભજનો ગાય ને આપમેળે સફળતા મેળવી ને પોતાની સંપત્તિ બનાવી છે, ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે.

ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે ફરીદા નું ઘર ખૂબ જ આકર્ષક છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *