આજકાલ બોલીવુડ સોંગ કરતા ગુજરાતી સોંગ કે લોકગીત પર રિલ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.એટલું જ નહિ યુવાનો ગુજરાતી ગીતો સાંભળતા થયા છેપરંતું આટલા વીડિયો બનાવ્યા બાદ પણ ભાગ્યે જ કોઈને તેમના ગમતા ગુજરાતી સિંગર કે અભિનેતાના પરિવાર અંગે જાણકારી હશે.જો તમે પણ આવા લોકોમાં આવો છો તો જાણી લો ગુજરાતી કલાકારના પરિવાર વિશે.
સૌથી પહેલા વાત કરીએ અલ્પા પટેલ વિશે તો માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં સ્ટેજ પ્રોગ્રામ કરનાર આ કલાકાર દેશના દરેક શહેરમાં પ્રોગ્રામ કરતા થયા છે.આજે તે એક પ્રોગ્રામમાં લાખો રૂપિયા ફી લે છે જો કે એક સમયે તેમને માત્ર પાંચસો રૂપિયા જ આપવામાં આવ્યા હતા.
વાત કરીએ તેમના પરિવાર વિશે તો તે તેમની માતા અને ભાઈ છે.નાનપણમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું.હાલમાં જ અલ્પા પટેલના લગ્ન થયા હતા તેમના પતિનું નામ ઉદય ગજેરા છે.
વધુ વાંચો:ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનોડીયા હતા આ ગામના વતની, જાણો જીવન સંઘર્ષ અને તસ્વીર…
વાત કરીએ રાકેશ બારોટ વિશે તો ગુજરાતી ફિલ્મના જાણીતા સિંગર અને અભિનેતા રાકેશ ભારોટ પોતાના ગીતો ઉપરાંત સ્ટાઈલ ને કારણે પણ જાણીતા છે ફૂલ ગજરો ગીતથી લોકપ્રિય બનેલા આ કલાકારના પરિવાર વિશે વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયાં છે.તેમની પત્ની ઉપરાંત એક દીકરી પણ છે.
વાત કરીએ દેવાયત ખવડ વિશે તો રાણો મારો રાણાની રીતે ગીતથી લોકપ્રિયતા મેળવનાર આ લોક સાહિત્યકાર ના પરિવારમાં માતા પિતા સિવાય તેમની પત્ની અને એક દીકરો છે.હાલમાં જ તેમને રાજકોટમાં તેમને એક આલીશાન ઘર બનાવ્યું છે.
રસિયો રૂપાળો રંગ રેલીઓ અને હાથમાં છે વિસ્કી ગીતથી યુવાનોમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજના પરિવાર અંગે વાત કરીએ તો તેમને પત્ની અને ત્રણ સંતાન છે.જેમાં બે દીકરી અને એક દીકરો છે.