ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે એવા ઘણા બધા કલાકારો છે જેઓ ગુજરાતી યુવાનોને ગુજરાતી ગીતો અને ડાયરાના પ્રોગ્રામ થકી દીવાના બનાવે છે પરંતુ ધાર્મિક પ્રવચન અને સંસ્કાર ભર્યા પ્રોગ્રામથી જો કોઈ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવતું હોય તો તે જાણીતા પ્રસિદ્ધ એક માત્ર કથાકાર જીગ્નેશદાદા છે.
તેમનો અવાજ કાન પડતા લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે કથાકારો માં ગુજરાત માં ખુબ લોકચાહના ધરાવતા જીગ્નેશ દાદા દેશ વિદેશમાં ખૂબ જ ફેમસ બન્યા છે જીગ્નેશ દાદા બાળપણથી ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા તેઓ ધાર્મિક સત્સંગો સાંભળવા ખૂબ જ પસંદ કરતા હતા.
તેઓ નાનપણથી જ ભજન ના ઉમદા કલાકાર હતા પોતાના દાદાની સાથે તેઓ રામાયણ મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો નું અધ્યયન કરતા હતા જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1986 ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના કારીયા ચાડ ગામે થયો હતો તેમના પિતાનુ નામ શંકર ભાઈ અને માતાનું નામ જ્યાં બેન છે.
તેમના બાળપણમાં તેમના માતાપિતાની આર્થિક સ્થિતિ દુબળી ગરીબી વચ્ચે તેમનો ઉછેર થયો તેમને રાજુલા પાસેના જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ દ્વારકામાં તેમને સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યુ અમરેલીની કોલેજમાં તેઓ સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
વધુ વાંચો:અંબાલાલ પટેલ ની હચમચાવી દે તેવી આગાહી, કહ્યું- 50 વર્ષમાં ક્યારેય ન જોયું હોય એવું વાવાઝોડુ…
તેમને આ નોકરી છોડીને જ્ઞાન પીરસવાનુ શરૂ કર્યું અને તેમને દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તાળી પાડો તો મારા રામની આ ભજનોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને તેઓ દેશ વિદેશમાં એક ઉમદા કલાકાર બનીને સામે આવ્યા તેઓ આજ સુધી 100 થી વધારે કથા કરી ચૂક્યા છે તેમને સાંભળવા માટે હંમેશા લોકો આતુર રહે છે.
સોશિયલ મીડિયા પર તેમને પોતાના પરિવારજનો સાથેની કેટલીક તસવીરો શેર કરી છે તેમાં તેઓ પોતાની પત્ની સાથે અને પોતાની નાની દિકરી સાથે જોવા મળે છે પરીવાર સાથે આ સામે આવેલી તસવીરો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો પર લાઇક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.