Actor Ram Charan became father after 11 years of marriage

લગ્નના 11 વર્ષ બાદ પહેલીવાર પિતા બન્યા સુપરસ્ટાર રામ ચરણ, જાણો દીકરો છે કે દીકરી, હાલમાં ખબર આવી સામે…

Breaking News Bollywood

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે રામચરણની પત્ની ઉપાસનાએ 20 જૂને પુત્રીને જન્મ આપ્યો છે હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.

રામચરણ અને ઉપાસનાએ ડિસેમ્બર મહિનામાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં માહિતી શેર કરવામાં આવી હતી કે શ્રીમતી ઉપાસના કામિનેની અને રામ ચરણને 20 જૂન 2023ના રોજ એપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ હૈદરાબાદમાં પુત્રીનો જન્મ થયો છે બાળક અને માતા બંને સ્વસ્થ છે.

તાજેતરમાં, રામચરણની ફિલ્મ RRR ના નટુ-નટુ ગીતે ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો જે પછી રામચરણ વધુ પ્રખ્યાત થયા હતા. RRR પછી હવે સમાચાર સામે આવ્યા છે કે હવે તે ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળશે.

વધુ વાંચો:બધા સ્ટારકિડ્સને ટક્કર આપે છે રવિના ટંડનની દીકરી, સુંદરતાના મામલે માં પણ પાછળ, ફોટા તો જુઓ…

સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના એપોલો ચેરિટીના વાઈસ-ચેરમેન અને બી પોઝિટિવ મેગેઝિનના ચીફ એડિટર છે આ સાથે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, સોશિયલ મીડિયા પર તેના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *