દોસ્તો હાલમાં દુખદ ખબર સામે આવ છે કે મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે 77 વર્ષીય મહાજનીનો મૃતદેહ પૂણેના તાલેગાંવમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલા તેમનું અવસાન થયું હતું. જ્યારે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓએ પોલીસને જાણ કરી.
પોલીસની ટીમ તરત જ ફ્લેટ પર પહોંચી અને અભિનેતાનો મૃતદેહ શોધી કાઢ્યો. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે પોલીસે રવિન્દ્ર ભજાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર રવિન્દ્ર મહાજનીનો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસ ગેટ તોડી અંદર પ્રવેશી હતી. રવિન્દ્ર મહાજાનીએ મુંબઈ ચા ફોજદાર, ગૂંજ, કલાત નકલત જેવી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય તે આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતમાં પણ જોવા મળ્યો હતો. 70ના દાયકામાં તેણે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું હતું.
તેમને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિનોદ ખન્ના પણ કહેવામાં આવતા હતા. વર્ષ 1975માં તેણે વી. શાંતારામની મરાઠી ફિલ્મ ‘ઝુંજ’થી ડેબ્યૂ કર્યું હતું રવીન્દ્ર મહાજાનીએ અભિનય ઉપરાંત ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેણે વર્ષ 1997માં ફિલ્મ ‘સત્તે પિશ કીની’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તે કલર્સ ચેનલના શો તેરે ઈશ્ક મેં ઘાયલમાં જોવા મળ્યો હતો.
વધુ વાંચો:પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા લતા મંગેશકર, તેનું વારસદાર કોણ, જાણો…
રવિન્દ્ર મહાજનીએ વર્ષ 1969માં અમિતાભ બચ્ચનની ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી ડેબ્યૂ કર્યું હતું. રવીન્દ્ર મહાજાનીના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને સતત શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.હરવિન્દ્ર મહાજાની ટીવી સિરિયલ ઇમલીના અભિનેતા ગશ્મીર મહાજાનીના પિતા છે. ગશ્મીર ઈમલી સિવાય તેણે તેરે ઈશ્ક મેં ઘાયલ, ઝલક દિખલાજા સીઝન 10 જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.