મિત્રો સુરત શહેરના એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં છે તેઓ ટ્રાફિક રૂલ્સ માટે એક્ટિવ રહે છેતેમનો વધુ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે કહ્યું કે પોલીસે મારા પર ફરી હુમલો કર્યો છે. પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી બોઘરાએ મીડિયા સાથે વાત કરી હતી.
મેહુલ બોધરાએ આખી ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે, હું મારા પર્સનલ કામ માટે બહાર જઈ રહ્યો હતો ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરીડોર પાસે એક કાળા કલરના કાચ વાળી નંબર પ્લેટ નંબર વગરની ગાડી જોવા મળી હતી.
ત્યારે મને એ ગાડી પર શંકા જતા તે ગાડી તરફ જઈને મારી સેફ્ટી માટે સોશિયલ મીડિયામાં લાઈવ શરૂ કર્યું હતું. ત્યારે તે ગાડી ચાલક મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો બધુ થયા બાદ વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરીને બોલાવ્યા હતા. તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.
વધુ વાંચો:રકુલ પ્રીતે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે કર્યા પરી જેવા લગ્ન, નવી તસવીરમાં દુલ્હન શરમાઈ…
તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતો કે આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કરે છે. તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. મેહુલ બોઘરાએ પી આઈ પર આવો ગંભીર આક્ષેપ કર્યો હતો. જણાવી દઈએ કે આ બાબતની કોઈ અધિકારીક સ્પષ્ટતા સામે આવી નથી. સત્ય શું છે તે તપાસનો વિષય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.