બોલિવૂડમાં પોતાની સ્ટાઈલ અને અદભૂત અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી શ્રીદેવીના નિધન પરથી પડદો ઉંચકાઈ ગયો છે. શ્રીદેવીના નિધનને 5 વર્ષ વીતી ગયા છે પરંતુ આજે પણ લોકો તેમને યાદ કરે છે અને તેમની ફિલ્મોની ખૂબ પ્રશંસા કરે છે.
5 વર્ષ પહેલા જ્યારે તેનું અવસાન થયું ત્યારે લોકોને માત્ર એટલું જ ખબર હતી કે તેનું મોત બાથટબમાં ડૂબી જવાથી થયું હતું. જો કે, સ્લિમ અને ફિટ દેખાતી અભિનેત્રીના મૃત્યુનું કારણ પણ લોકોને આશ્ચર્યચકિત કરતું હતું. તેમના નિધનના 5 વર્ષ બાદ તેના પતિ બોની કપૂરે મોટો ખુલાસો કર્યો છે જુઓ આ વીડિયોમાં.
બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ મુદ્દે ખુલીને વાત કરી હતી. અને તે રાત્રે શું થયું તે તેણે સ્પષ્ટ કર્યું. બોની કપૂરે સ્વીકાર્યું કે તે શ્રીદેવીને ખૂબ મિસ કરે છે કારણ કે આજે શ્રીદેવી તેમના કામની દરેક પળ જોવા માટે હાજર નથી.
વધુ વાંચો:છેલ્લા 6 વર્ષથી દયાભાભી તારક મહેતા સિરિયલમાં દેખાતી નથી, તેમ છતાં છે કરોડોની ઈન્કમ…
શ્રીદેવી હંમેશા ઇચ્છતી હતી કે બોની કપૂર પ્રાદેશિક સિનેમા માટે કામ કરે, તે તેની પુત્રી જ્હાન્વી કપૂરની સફળતાના સપના જોતી હતી. શ્રીદેવી પોતાની નાની દીકરી ખુશી કપૂરની ફિલ્મોમાં ડેબ્યુ જોવા માટે ખૂબ જ ઉત્સુક રહેતી હતી.
photo credit:google
બોની કપૂરે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેની છ ફિલ્મો સાઉથમાં રિલીઝ થઈ છે અને રસપ્રદ વાત એ છે કે તે તમામ હિટ રહી છે. પરંતુ શ્રીદેવી હવે અમારી સફળતામાં ભાગીદાર નથી.