મિત્રો તસવીરમાં દેખાતા 25 વર્ષથી અઘોરી જેવા વાળ અને પાગલ જેવું જીવન જીવતી આ વ્યક્તિને જોઈ સૌ લોકો ડરી જતા પછી આવ્યું તેના જીવનમાં એવું પરિવર્તન કે મિત્રો માવતરથી દૂર અને માવતર વગરનું જીવન કેટલું મુશ્કેલ ભર્યું હોય તે તો આ તકલીફમાંથી પસાર થયા હોય તેને જ ખબર હોય. આવી એક વ્યક્તિ છે રોડ પર તો નથી રહેતી પરંતુ જ્યા રહે છે ત્યાની હાલત જોઈને કોઈ પણ ગુસ્સો આવી જાય.
કારણ કે આ વ્યક્તિ સોસાયટીમાં તો રહે છે પણ તેની આસપાસ આ વ્યક્તિ જૂના વસ્ત્રોના ઢગલો કરી રાખ્યો છે દિવસના તો આ વ્યક્તિ આમતેમ જ રોડ પર ભટે અને રાત થાય પછી એક ઘર છે ત્યાં સુઈને દિવસો પસાર કરે છે તો આ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવા માટે પોપટભાઈ ટીમ મદદ માટે આવી હતી.
તો આ વ્યક્તિ દોડી દોડીને ભાગી રહી હતીં તો જાણીએ કે આવી હાલત કેટલા સમયથી રહે છે તેનામાં પરિવાર કોણ કોણ છે તે જાણવાની કોશિશ કરીએ આ રઝળતી વ્યક્તિનું નામ સુરેજભાઈ છે. ત્રણ-ચાર વર્ષથી સ્નાન કર્યા વગરની આ વ્યક્તિના વાળ અઘોરી જેવા હતાં. પરિવારમાં બે ભાઈ છે અને એકની માનસિક સ્થિતિ સાવ ખરાબ છે જ્યારે એક ભાઈ સાજા અને તંદુરસ્ત હતાં.
વધુ વાંચો:ગરીબોની મદદ કરતાં એવા પોપટભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પોપટભાઈ આહીરની જાણી અજાણી વાતો…
ત્યારે મોટા ભાઈ એવા અશોકભાઈને સુરેશભાઈની આ હાલત વિશે પૂછ્યું તો જણાવ્યું કે તેને ગમે એ જ કરે છે અને કોઈનું માનતા નથી. આગળ જણાવ્યું કે દસ વર્ષથી તેણે પોતાના વધેલા નખ પણ નથી કાપ્યા. ત્યારે તેના જીવનમાં નાનો અમથો બદલાવ લાવવા માટે પોપટભાઈ કહ્યું કે અમારી સાથે ચાલો તમને સુંદર બનાવી દઈશું આવું રહેવું આરોગ્ય માટે સારૂ નથી.
આ ભાઈ જે ઘરમાં રહેતા ત્યાના દ્રશ્યો જ્યારે પોપટભાઈએ બતાવ્યાં તો ત્યાંથી પેશાબની દુર્ગંધ આવતી હતી આવી હાલતમાં આ વ્યક્તિ રહેતી હતી. ત્યા રહેતા પાડોશી લોકોએ કહ્યું કે આ ઘરમાં વ્યક્તિ 25 વર્ષથી રહે છે અને આવી હાલતમાં ફરે છે આ વ્યક્તિ ન્હાતો નથી જ પરંતુ લોકોને ખરાબ ખરાબ ગાળો પણ આપે છે તેમ અન્ય પાડોશીએ જણાવ્યું હતું.
ભીખારી જેવું જીવન જીવતા એવા સુરેશભાઈને એમ કહ્યું કે તમે ગાળો આપો છો ફરી તે પોતાના ઘરમાં ઘૂસી ગઈ હતા અને કહેવા લાગ્યા કે મને પોલીસ પકડવા આવી છે મારે તમારી સાથે નથી આવવું એમ કહીને પોપટભાઈ સાથે જવા માટે તૈયાર ન હતા છતાં તેને લઈને ગયાં તેના જીવનમાં બદલાવ લાવીને જ રહ્યાં હતાં.