હવે ગુજરાતમાં લાંબા અંતરાલ બાદ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આકાશમાં વાદળા ઘેરાયાં છે આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી જોકે હવે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તેમણે કહ્યું છે કે હવે રાજ્યમાં આ તારીખથી વધશે ગરમી અંબાલાલ પટેલ તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાંપટા પડી શકે છે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે.
જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે.
વધુ વાંચો:19 વર્ષ બાદ અક્ષય કુમારની હિરોઈન બનશે રવિના ટંડન, આ ફિલ્મમાં બંને સાથે દેખાશે…
સ્થાનિક હવામાન વિભાગ જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માપનો વરસાદ પડવાની સંભાવના છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.