હાલ ગુજરાતમાં ત્રણેય ઋતુનું રાજ છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખો આપતા કહ્યું 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ કહ્યું છે.
આગળ કહ્યું કે માર્ચના પહેલા પંદર જેવા દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
વધુ વાંચો:પોતાના મો!તની જૂઠી ખબર ફેલાવ્યા બાદ પહેલીવાર મીડિયા સામે પૂનમ પાંડે, કહ્યું- હું આવી રીતે 100 વખત મરીશ…
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પહેલા અડધા મહિનામાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે કમોસમી વરસાદ થશે સાથે કરા પડવાની શક્યતા રહેશે.
માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે. સાથે જણાવ્યું કે 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે આ સાથે હવામાન વિભાગે પણ વરસાદને લઈને હાઈ એલર્ટ આપ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.