Ambalal Patel predicted unseasonal rain amid heat

આકરી ગરમી વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, કહ્યું- આ તારીખે કરા સાથે વરસાદ…

Breaking News

કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાજુ છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવી શકે છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે.

ગુજરાતમાં 17 થી 20 સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલના મત મુજબ તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો:સિંગલ મધર અમૃતા સિંહ સાથે રહેવા પર સારા અલી ખાને કહી દિલની વાત, કહ્યું- 9 વર્ષની ઉંમરે જ હું…

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *