હાલ રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે આવા તહેવાર વચ્ચે ફરી એકવાર આજે ત્રીજા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે વાત એમ છે કે ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલના મંતવ્ય મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ સાથે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાની આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ તરફ ગુજરાતને લઈ આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 17 ઓકેટોબર આસપાસ ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે.
વધુ વાંચો:અમદાવાદમાં જીવ ગોટાડે ચડાવે એવી ઘટના, મિત્રએ જ મિત્રનું જીવન સમાપ્ત કરી મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, પછી…
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે દક્ષિણ ભારતમાં લો-પ્રેશર પછી ચક્રવાત તૈયાર થશે અને આ ચક્રવાત બંગાળના ઉપસાગરમાં પણ સર્જાઈ શકે આ તરફ બે ચક્રવાતની અસરથી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.