રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપતા જોવા મળ્યા હતા. એક તરફ રિહાન્નાએ પોતાના જબરદસ્ત સિંગિંગ અને ડાન્સ સ્ટેપ્સથી બધાને દિવાના બનાવી દીધા હતા. તો બીજી તરફ બોલિવૂડના ત્રણેય ખાનોએ પણ સાથે ડાન્સ કરીને આઇકોનિક પરફોર્મન્સ આપ્યું હતું.
અનંત અંબાણીના પ્રી-વેડિંગના બીજા દિવસે બોલિવૂડના બજરંગી ભાઈજાન સલમાન ખાને એકોનના ગીતો પર જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને અનંત અંબાણીનો એક ખૂબ જ ફની વીડિયો સામે આવ્યો છે.
વાઈરલ પ્રી-વેડિંગ વીડિયોમાં અનંત અંબાણી બોલિવૂડ એક્ટર સલમાન ખાનને પોતાના ખોળામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, એકોન તેનું જબરદસ્ત પરફોર્મન્સ આપતો જોવા મળે છે. વાસ્તવમાં અનંત સલમાનને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ પછી સલમાન અને અનંત જોર જોરથી હસવા લાગે છે.
વધુ વાંચો:મુકેશ અંબાણીએ કરી ડોનની એક્ટિંગ, દુનિયાને બતાવી દીધું અંબાણી પરિવારમાં અસલી ડોન કોણ છે…
આ પછી, સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા સ્ટેજ પર પ્રવેશ કરે છે અને તેણે હળવેકથી સલમાનને તેના ખોળામાં ઊંચકીને આસપાસ ફરવા માંડે છે. આ જોઈને અનંત ખૂબ ખુશ થઈ જાય છે અને સલમાન ખાન પણ શેરાના ખોળામાં બેસીને નાચવા લાગે છે. ખરેખર, ચાહકોને સલમાન અને અનંત વચ્ચેની જબરદસ્ત બોન્ડિંગ પસંદ આવી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.