Arbaaz Khan To Marry Make-Up Artist Shura Khan

કોણ છે ખાન પરિવારની નવી વહુ શુરા ખાન? જેનાથી સલમાન ખાનનો ભાઈ અરબાજ ખાન કરવા જઈ રહ્યો છે લગ્ન…

Bollywood

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા અરબાઝ ખાન આ દિવસોમાં ફરી એકવાર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે 56 વર્ષના અરબાઝ ખાનને ફરી એકવાર સ્ટ્રોક આવ્યો છે અને તે તેના માટે ખૂબ જ ગંભીર છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે અરબાઝ ખાન જલ્દી જ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કોણ છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અને બંને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા બંનેને એક પુત્ર અરહાન ખાન છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અરબાઝ ખાન અને શુરા ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે ઇન્ડિયા ટુડેના અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે અરબાઝ ખાન અને શુરા ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરી શકે છે.

વધુ વાંચો:કડકડાટ ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની ઓચિંતી આગાહી! કહ્યું- આ 5 દિવસોમાં ગુજરાત ધોવાશે, નોંધી લેજો…

અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નનું ફંક્શન મુંબઈમાં આયોજિત થશે અને તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજરી આપશે અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ શુરા ખાનના બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે કનેક્શન છે પરંતુ તે અભિનેત્રી નથી.

વાસ્તવમાં, શૂરા ખાન એક મેકઅપ આર્ટિસ્ટ છે અને તે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે શૂરા ખાનની ઉંમર 29 વર્ષ છે અને તે અરબાઝ ખાન કરતા 27 વર્ષ નાની છે. અરબાઝ ખાન અને શુરા ખાન ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યા હતા. આ પછી બંને વચ્ચે નજદીકતા વધી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *