2024 શરૂ થતાં પહેલા હવે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ અનુભવાઇ રહ્યુ છે ત્યારે આજે પણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગતરોજ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યુ હતું 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડતાં ઠેર ઠેર વિનાશ સર્જાયો હતો આ માવઠું જતા જતાં તો આખા રાજ્યને તરબોળ કરી ગયું ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબેલાલ પટેલે અન્ય એક માવઠાના રાઉન્ડની આગાહી કરી દીધી છે.
હવે હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યુ છે કે આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી ઋતુ વગરનો વરસાદ આપશે અંબાલાલ પટેલે 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે.
વધુ વાંચો:અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન-કોહલી, ટાટા-અંબાણી સહિત 8 હજારને અપાયું આમંત્રણ…
એમના કહેવા પ્રમાણે ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.