મિત્રો તારક મહેતા શોને દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે આ શોમાં કામ કરનારા દરેક કલાકાર આજે દર્શકોના દિલોમાં ખાસ જગા બનાવીને બેઠો છે સબ ટીવી પર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો તમે જોયો જ હશે.
વર્ષ ૨૦૦૮થી આ શો અબાલ, વૃદ્ધ સૌનું મનોરંજન કરી રહ્યો છે આ શોના દરેક પાત્ર લોકપ્રિય બન્યા છે. પરંતુ જો વાત કરીએ શોના સીન અંગે તો કેટલાક સીન કે જગ્યા એવી છે જે આજે પણ રહસ્ય છે સૌથી પહેલા વાત કરીએ શોમાં બતાવવામાં આવેલ જેઠાલાલના ઘર વિશે તો જેઠાલાલ ના ઘરનું બાથરૂમ ક્યારેક નાનું તો ક્યારેક મોટું બતાવવામાં આવે છે.
વધુ વાંચો:આટલા કરોડની માલકીન છે તારક મહેતાની દયાબેન, કુલ સંપત્તિ જાણીને તમે પણ દંગ રહી જશો…
સાથે જ તેમના ઘરમાં રસોડાનો રસ્તો આજ સુધી બતાવવામાં આવ્યો નથી.રસોડું કયા છે તે આજ સુધી સમજાયું.ઉપરાંત તેમના રસોડામાંથી ક્યારેય સોસાયટી નો ભાગ તો ક્યારેક અલગ સોસાયટી જ જોવા મળતી હોય છે.
વાત કરીએ જેઠાલાલ ની દુકાન અને ગોડાઉન વિશે તો જેઠાલાલ ની દુકાન અને ગોડાઉન ભલે પાસપાસે બતાવવામાં આવતા હોય પણ હકીકતમાં બંને અલગ અલગ છે દુકાનની બાજુમાં કોઈ ગોડાઉન નથી.
હકીકતમાં ગોકુલધામ સોસાયટીના કલબ હાઉસ ને જ ગોડાઉન તરીકે બતાવવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે શોમાં નટુકાકા અને બાઘાના ઘરનું સેટઅપ પણ કલબ હાઉસમાં કરવામાં આવે છે.