હવે રક્ષાબંધનો તહેવાર નજીક આવી રહ્યો છે એવામાં અમદાવાદની પાસે મહેમદાવાદમાં આવેલું સિદ્ધવિનાયક મંદિરમાં 11 બાય 11 ફૂટની મહાકાય ગોળાકાર રાખડી મંદિરના ફરતે બાંધી શણગાર કરવામાં આવ્યો છે. જે તમે નીચે તસવીરોમાં જોઈ શકો છો.
મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર પર સૌથી મોટી રાખડી લગાવાઈ છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ફોટો ક્રેડિટ: Zee News(ગૂગલ)
ભગવાન ગજાનંદ ના દર્શન કરવા માટે આવતા ભક્તો સૌથી પહેલા આ રાખડીના દર્શન કરી રહ્યાં છે હિન્દુ ધર્મમાં તહેવારોનું મહત્વ હોય છે ત્યારે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દરેક તહેવારોએ અલગ અલગ આયોજન કરે છે ત્યારે આ રક્ષાબંધનની પુનમ પહેલા મંદિર પરિસર પર સૌથી મોટી રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું.
ફોટો ક્રેડિટ: News18 Gujarati(ગૂગલ)
આ મંદિરનું નિર્માણ આશરે રૂ.14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે.
ફોટો ક્રેડિટ: Zee News(ગૂગલ)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.