ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને ત્રિપુરાની રાજધાની અગરતલાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરત જતી વખતે મયંકની તબિયત લથડી હતી. તેણે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી.
આ પછી તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં 32 વર્ષીય ઓપનર બેટ્સમેન ખતરાની બહાર છે. ILS હોસ્પિટલ અગરતલાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે તબીબી રીતે સ્થિર છે અને સતત તબીબી નિરીક્ષણ હેઠળ છે.
વધુ વાંચો:નીતા અંબાણીએ પોતાના બર્થડે પર 3000 ગરીબ બાળકોને ખાવાનું ખવડાવ્યું, તસવીરો થઈ વાયરલ…
ક્રિકેટર મયંક અગ્રવાલને એમબીબી એરપોર્ટ અગરતલાથી આઈએલએસ હોસ્પિટલ અગરતલામાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલે જણાવ્યું હતું તે મોઢામાં સહેજ બળતરા અને હોઠ પર સોજો અનુભવી રહ્યો હતો. કટોકટીની પરિસ્થિતિમાં હોસ્પિટલના સલાહકારો દ્વારા મૂલ્યાંકન કર્યા પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તે તબીબી રીતે સ્થિર છે અને સતત તબીબી નિરીક્ષણ હેઠળ છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
બોટલનું પાણી પીધા બાદ મયંકની તબિયત લથડી હતી. તેણે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી. આ પછી તેને તરત જ પ્લેનમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ટીમ મેનેજર રમેશ પણ તેની સાથે નીચે આવ્યો. બોટલના પાણીમાં ભેળસેળની આશંકા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.