આર્થિક તંગીના કારણે લોકો ખૂબ જ પરેશાન ભર્યું જીવન જીવી રહ્યા છે બાને દીકરા સિવાય કોઈનો આધાર ન હોય અને તે પણ કમાતો ન હોય તો માતા કોની પાસે જઈને પોતાની આર્થિક તંગી વિશે જણાવે.
ત્યારે આવા જ એક બા છે જેને પોતાનો દીકરો તો છે પરંતુ તે કમાતો ન હોવાથી તમને ખૂબ જ તકલીફ પડી રહી છે મિત્રો જીવનમાં કમાવવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે કમાવવા સિવાય કોઈ વસ્તુ નથી મળતી અને દરેક વસ્તુથી લોકો વચંતિ રહે છે તો આવો જાણીએ આ દાદીને દીકરો છે તો શા માટે કામ પર નથી જઈ રહ્યો જેથી તેમને આર્થિક સમસ્યા સામનો પડી રહ્યો છે.
રોડ પર ભીખ માંગીને પોતાનું જીવન પસાર કરતા આ બાનું નામ લક્ષ્મીબા છે 60 વર્ષના બા જણાવે છે કે પરિવારમાં હાલ તો એક દીકરો મારી સાથે રહે છે અને તે કમાતો નથી જેથી મારે બહું તકલીફ છે.
વધુ વાંચો:17 વર્ષથી દા!રૂડિયા પતિનો એવો ત્રાસ છે કે, પત્ની અને બાળકોને ઘરેથી કાઢી મૂકતા એવી હાલતમાં રહે છે કે…
બે દીકરા હોવા છતાં માંગીને જીવન જીવતા બા જણાવે છે કે એક દીકરો ઘર જમાય બની ગયો છે જ્યારે એક દીકરો કઈ જ કામનો નથી ડિસામા કોઈ કામ માટે આવેલા પોપટભાઈએ બાની મદદ કરી હતી ત્યારે બાને રાશનની બધી જ વસ્તુઓ આપી તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં.
જ્યારે પોપટભાઈ તેમના ઘરે ગયાં તો તેમનું ઘર તો ઝૂંપડીવાળું હતુ ત્યારે પોપટભાઈએ કહ્યું કે લોકોને જીવનમાં બધું હોવા છતાં ખૂબ દુખી હોય છે અને તમે આવી સ્થિતિમા છો છતાં તમારા ચહેરા પર સ્મિત છે જે જોઈ અમારૂ હૈયું ભરાય ગયું છે.
બસ દાદી અમે તેમને દર મહિને રાશન આપતા રહીશું જેથી કરીને તમને કોઈ તકલીફ નહી રહે અને તમારૂ જીવન પણ તમે સરખી રીતે વિતાવશો જે બાદ બાએ પોપટભાઈને કહ્યું કે મારી પાસે વાસણ બહું જ નાના છે તો મને રસોઈ બનાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે.
તો એક થાળ લઈ આપશો જેથી કરીને હું વ્યવસ્થિત રસોઈ બનાવી શકું ત્યારે પોપટભાઈ કહ્યું કે બા તમે જરા પણ ચિંતા ના કરતા તમને જોઈતી વસ્તુ લઈ આપશું બસ વાંચક મિત્રો તમને જો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો.