Dinosaur museum is located in this district

આ જગ્યા એ આવેલ છે ડાયનાસોરનું મ્યુઝિયમ, ટિકિટ પણ એટલી સસ્તી છે કે લોકો દૂર દૂરથી આવે છે…

Breaking News

એ તો તમે જાણતા જ હશો કે ધરતી પર કરોડો વર્ષો પહેલા ઘણા એવા પ્રાણીઓ હતા જે આજે લુપ્ત થઈ ગયા છે જેમાંથી એક ડાયનોસોર પણ છે કરોડો વર્ષ પહેલા ધરતી પર જોવા મળતા વિશાળકાય પ્રાણી ડાયનોસોર ની એકપણ પ્રજાતિ આજે ધરતી પર નથી જો કે મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં ડાયનાસોરના અવશેષો સાચવતું ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ આવેલું છે.

આ પાર્કની અંદર પ્રવેશતા જ ડાયનાસોર નું મોટું સ્ટેચ્યુ જોવા મળે છે.આ મ્યુઝિયમની ટીકીટ યુવાનો અને મોટા લોકો માટે ૭૦ રૂપિયા તેમજ વિદેશથી આવતા લોકો માટે ટિકિટની કિંમત ૪૦૦ રૂપિયા છે.

અહી ડાયનાસોરના ઈંડાઓ અને અન્ય અવશેષો જોવા મળે છે.સાથે જ અહી અલગ અલગ વિભાગ છે જેમાં ભારતના અલગ અલગ ભાગોમાંથી મળેલા ડાયનાસોર અંગે માહિતી આપવામાં આવી છે.દુનિયાના અલગ અલગ ભાગોમાંથી મળેલા ડાયનોસોર વિશે પણ માહિતી આપવામાં આવી છે.

વધુ વાંચો:મોંઘું સોનું-મોંઘી સાડીઓ અને મેકઅપ જેવા લાખોના ખર્ચા કરવા માટે અભિનેત્રી રેખાને પૈસા ક્યાથી મળે છે…

એટલું જ નહિ ગુજરાતમાં જોવા મળેલા ડાયનાસોર ની માહિતી માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે.સાથે જ અહી વાનર થી માનવી ની માણસ બનવાની સફર ને પણ ચિત્રથી સમજાવવામાં આવી છે.

સાથે જ કંઈ રીતે આ ડાયનોસોર અવશેષોની શોધ કરવામાં આવે છે ખોદકામ કઈ રીતે થાય છે તે પણ માહિતી અને નાના સ્ટેચ્યુ ચિત્ર બનાવી બતાવવામાં આવ્યું છે.

મ્યુઝિયમ માં ૭મિનિટની એક એનિમેશન ફિલ્મ બતાવવામાં આવે છે જેની ફી ૫૦ રૂપિયા છે.જો કે મ્યુઝિયમ માં દરેક માહિતી અંગેજીમાં લખાયેલી છે જેથી સામાન્ય ઓછું ભણેલા વ્યક્તિ ને તકલીફ પડી શકે જણાવી દઈએ કે ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ થી ૩૦મિનિટ ના અંતરમાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *