Famous TV and film actor Dalip Tahilane has been sentenced to jail

મશહૂર ટીવી અને ફિલ્મ એક્ટરને થઈ જેલની સજા, 5 વર્ષ પહેલા કર્યો હતો આવો કાંડ, બાઝીગર ફિલ્મમાં હતા…

Breaking News

બોલિવૂડના પ્રખ્યાત વિલન, અભિનેતા અને ટીવી એક્ટર દલીપ તાહિલને મેજિસ્ટ્રેટ કોર્ટે જેલની સજા સંભળાવી છે તેમને 2018ના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.અભિનેતા પર દા!રૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ હતો. ત્યારબાદ તેણે એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી.

આટલું જ નહીં, અભિનેતા પર ભાગવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લાગ્યો હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં બે મહિનાની કેદ થયા બાદ દલિપ તાહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું કે તે હાઈકોર્ટમાં જશે. અભિનેતાએ કહ્યું હું કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું.પરંતુ અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં દલિપ તાહિલે હિન્ટ એન્ડ રન કેસ 2018 વિશે કહ્યું, ‘જો મેં કોઈને ગંભીર ઈજા પહોંચાડી હોય, તો હું માફી માંગનાર પ્રથમ વ્યક્તિ બનીશ લોકોને જાણવાની જરૂર છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સાચું કહું તો મારે આ વિશે વધુ કંઈ કહેવાનું નથી.હું કોર્ટનું સન્માન કરું છું, પરંતુ અમે ઉચ્ચ અદાલતમાં અપીલ કરીશું.

વધુ વાંચો:શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- અમે અલગ થઈ ગયા છીએ…

તે વર્ષ 2018 છે બે મુસાફરો, 21 વર્ષીય જેન્ટિના ગાંધી અને 22 વર્ષીય ગૌરવ ચુગ, ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે દલિપ તાહિલની કાર આ ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. આ દરમિયાન મહિલાને ઈજા થઈ હતી. પોલીસે આ કેસમાં અભિનેતાની ધરપકડ પણ કરી હતી. પરંતુ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

ड्रिंक एंड ड्राइव केस में जेल की सजा पर क्या बोले दलीप ताहिल? पढ़िए कोर्ट  के फैसले की 6 बड़ी बातें - actor dalip tahil responds to get 2 months jail  drink

photo credit: google

આ કેસમાં અભિનેતા નશાની હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું હતું. તે બરાબર ચાલી પણ શકતો ન હતો. તેની આંખો પણ સૂજી ગઈ હતી. કોર્ટે ડોક્ટરના રિપોર્ટના આધારે અભિનેતાને બે મહિનાની જેલની સજા સંભળાવી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *