હાલના મોડર્ન યુગમાં લોકો વાત વાતમાં લડાઈ કરવાના ઇરાદે ઉતરી પડે છે આવી જ એક ઘટના બનાસકાંઠાના ધાનેરાના જોવા મળી હતી વાત એમ છે કે ધાનેરાના ધરણોધર ગામે જમીન અદાવતમાં બે પાર્ટીના લોકો વચ્ચે ઝગડો થયો હતો.
મળતી માહિતી મુજબ ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારના લોકો ઉપર ટોળાએ લાકડી ધોકા અને ધાર!દાર હથિયારો લઈને મારવા ઉતરી પડ્યા હતા તેઓએ પરિવાર પર હિં!સક હુમલો કર્યો હતો. આ બનાવમાં બંને સમાજના લોકો વચ્ચે હિંસક મારામારી થતાં 3 મહિલાઓ સહિત 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ખેતરમાં થયેલા ઝગડનો વીડિયો વાયરલ થયા છે આ ઘટના અંગે ધાનેરા પોલીસે સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના ધાનેરામાં જાહેરમાં મારામારી, ધરણોધર ગામમાં જમીનની અદાવતમાં થઈ મારામારી #Banaskantha #Gujarat #fight #ZEE24Kalak pic.twitter.com/Tse72DDz3h
— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.