હાલ રાજ્યમાં બજારમાં ભેળસેળ વાળી વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યું છે અને વેપારીઓ ગ્રાહકોને ઉલ્લુ બનાવી રહ્યા છે એવામાં ખાધ્ય અને ઔષધ વિભાગ આવા ધંધા કરનાર લોકોને પકડી રહી છે હાલમાં ફરી એકવાર ખાધ્ય વિભાગ ધ્વારા અમદાવાદ અને જામનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડીને લગભગ 14 હજાર કિલો શંકા વાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
ત્રણેય જગ્યાએથી મળી આવેલા ઘીની કિંમત 93 લાખ રૂપિયા આંકવામાં આવી છે માહિતી મુજબ ઘીના 10 સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ ઘરમાં એક ભાઈ વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું.
વધુ વાંચો:પુષ્પા ફિલ્મના એક્ટરે કર્યો એવો શરમજનક કાંડ કે પોલીસે કર્યો ગિરફતાર, જાણો શું છે પૂરો મામલો…
આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો આશરે રૂ. 2.65 લાખની કિંમતનો 530 kg શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ ‘રીધમ પ્રીમીયમ ઘી’ અને ‘વચનામૃત’ એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.