આજકાલ હિન્દી ફિલ્મોના ગીત કરતા લોકો ગુજરાતી લોક ગીતો સાંભળવાનું વધારે પસંદ કરે છે તેમાં પણ આજની યુવા પેઢી નવા નવા લોક ગીતના કલાકારો વિશે જાણતી થઈ છે એનો એક ફાયદો એ પણ છે કે ગુજરાતી ગીતોમાં હવે વૈવિધ્ય જોવા મળી રહ્યું છે નવા નવા લોકો જે એકાદ વર્ષ પહેલા કોઈ નાના એવા ગીત દ્વારા લોકોમાં જાણીતા બન્યા અને આજે લાખો કરોડોની કમાણી કરતા થઈ ગયા છે આજના આ લેખમાં અને તમને એવા જ કેટલાક ગુજરાતી કલાકારોની જાણકારી આપીશું.
ગુજરાતી કલાકારોમાં સૌથી પહેલા વાત કરીએ ગમન સાંથલની તો રેંકડીના જાણીતા ગાયક ગમન પોતાના ગામનું નામ ઊંચું થાય તે માટે પોતાના નામ પાછળ ગામનું નામ લખાવે છે તેઓ દેશ વિદેશમાં જાણીતા છે ગમન સાંથલ માત્ર ૧૦ ધોરણનો અભ્યાસ કર્યો છે પરતું હાલમાં તેઓ વાર્ષિક ૨ લાખ સુધીની આવક મેળવે છે તેમની પાસે મારુતિ સુઝુકી i-૨૦ કાર છે.
ત્યારબાદ વાત કરીએ ધીરુભાઈ સરવૈયા જેઓ એક હાસ્યકલાકાર છે અને તેમની કલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેઓ એક પ્રોગ્રામના ૧ લાખથી ૧લાખ૨૫હજાર રૂપિયા ફી લે છે હવે ધીરુભાઈ જેવા જ એક બીજા જાણીતા હાસ્યકલાકરની વાત કરીએ તો એ છે સાઈ રામ દવે ૭ફેબ્રુઆરી ૧૯૭૭માં જેતપુરમાં જન્મેલા સાંઈરામ દવે નાનપણથી શિક્ષક બનવાના સપના જોતા હતા કારણકે તેમના માતા પિતા શિક્ષક હતા.
પરંતુ તેમની કિસ્મત તેમને એક અલગ જ ક્ષેત્રમાં ખેચી ગઈ અને હાલમાં તેઓ એક જાણીતા હાસ્ય કલાકાર છે અને દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તેમની પાસે બે કાર બીએમડબલ્યુ અને મર્સિડીઝ બેન્ઝ છે તેમની વાર્ષિક આવક ૧૩ લાખ સુધીની છે સાંઈરામને સરકાર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેઓ ન માત્ર હાસ્ય કલાકાર પરતું એક સારા લોક ગાયક પણ છે.
વધુ વાંચો:આ કોઈ હોરોઈન કે મોડલ નથી આ IPS ઓફિસર છે, જેના થી મોટાં મોટાં ગુંડાઓ કંપી ઉઠે છે, જુઓ…
ત્યારબાદ વાત કરીએ રોણા શેરમાં ગીત દ્વારા લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર ગાયક જેને આજે લોકો કચ્છી કોયલ તરીકે ઓળખે છે એવા ગીતા રબારીની તો ૩૧ડિસેમ્બર ૧૯૯૬માં જન્મેલા ગીતા રબારીએ અનેક લોકગીતો ગાયા છે તેમને ક્રિકેટનો શોખ છે સાથે જ તેઓ સ્વિફ્ટ ડીઝાયર જેવી કારના શોખીન છે તમને જણાવી દઈએ કે ગીતા રબારી એક પ્રોગ્રામમાં ૫૦૦૦૦ રૂપિયા લે છે જ્યારે ગ્રુપ પ્રોગ્રામમાં ૧લાખ રૂપિયા ફીલેછે.
હવે વાત કરીએ યુવાનોમાં જાણીતા જીગ્નેશ કવિરાજની તો તેઓ ઉત્તરગુજરાતના રહેવાસી છે અને તેમને પોતાના કરિયરની શરૂઆત લગ્નગીતો દ્વારા કરી હતી તેમના એક ડાયરા પ્રોગ્રામની ફી 1 લાખ થી દોઢ લાખ રૂપિયા છે.
સાથે જ વાત કરીએ ચાર ચાર બંગીડી ગીતની ગાયિકા કિંજલ દવેની તો કિંજલ દવે એક પ્રોગ્રામના ૧ થી ૨ લાખ રૂપિયા ફી લે છે ઉપરાંત વાત કરીએ લોકોમાં જાણીતા એવા માયાભાઈ આહીર વિશે તો હાસ્ય કલાકાર તરીકે જાણીતા છે તેઓ ડાયરો પણ કરે જેની ફી ૧ લાખ ૭૫ હજાર રૂપિયા હોય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.