Harry Potter Actor Sir Michael Gambon Died In Hospital Aged 82

હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, હેરી પોટરના એક્ટરનું થયું નિધન, પુત્રની નજર સામે જ લીધા છેલ્લા શ્વાસ…

Breaking News

હોલીવુડ ફિલ્મ હેરી પોટરના પ્રોફેસર આલ્બસ ડમ્બલડોર માઈકલ ગેમ્બોનનું 82 વર્ષની વયે અવસાન થયું છે તેમના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે સર માઈકલ ગેમ્બનના નિધનની ઘોષણા કરતાં અમને ખૂબ જ દુઃખ થયું છે માઈકલ એક પ્રેમાળ પતિ અને પિતા હતો.

તેમણે પત્ની એની અને પુત્ર ફર્ગસની સામે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. માઈકલ 82 વર્ષના હતા અમે વિનંતી કરીએ છીએ કે તમે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતા જાળવી રાખો અને અમે તમારા સમર્થન અને પ્રેમની અભિવ્યક્તિની પ્રશંસા કરીએ છીએ.

અહેવાલો અનુસાર, ગેમ્બોનનું નિધન ન્યુમોનિયાને કારણે થયું હતું હેરી પોટરની આઠમાંથી છ ફિલ્મોમાં પ્રોફેસર આલ્બસ ડમ્બલડોર તરીકેના અભિનય માટે તેમને ઓળખવામાં આવી હતી.

વધુ વાંચો:કોણ છે આ પંજાબી સિંગર જેને વિરાટ કોહલીએ અનફોલો કર્યો, ભારતમાં કેમ થઈ રહ્યો છે વિરોધ! જાણો વધુમાં…

તેમની છ દાયકાની કારકિર્દી દરમિયાન ડબલિનમાં જન્મેલા અભિનેતાએ ટીવી, ફિલ્મ, થિયેટર અને રેડિયોમાં કામ કર્યું હતું. તેના નામે ચાર બાફ્ટા છે. હેરી પોટરના પ્રોફેસર આલ્બસ ડમ્બલડોર માઈકલ ગેમ્બનના પરિવારે તેમના નિધનની માહિતી આપી હતી. તેમણે પત્ની એની અને પુત્ર ફર્ગસની સામે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

हैरी पॉटर के डंबलडोर माइकल गैंबोन का 82 वर्ष की आयु में निधन हो गया

photo credit: Dailyo(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *