નિરાધારનો આધાર બનવું તેનાથી વિશેષ કોઈ પુણ્ય છે જ નહીં વર્તમાન સમયમાં પોપટભાઈ ટીમ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યાછે તે પ્રસંશાને પાત્ર છે આ ટીમ થકી અનેક નિરાધાર લોકોના જીવનમાં એક છત મળી અને બે ટાઈમનું ભોજન મળ્યું છે અમુક લોકોના પરિવારે વૃદ્ધ દાદા દાદી થયાં પછી તરછોડી દીધા તો કોઈનું આ દુનિયામાં નથી.
તેમને આ ટીમ સહાય કરે છે રોડ કે પછી ઓટલા પર આમ તેમ ભટકતા લોકોને આ એક સંસ્થા દ્વારા જ છત મળે છે સમગ્ર ગુજરાતના ખુણે ખુણે વસતા નિરાધાર લોકોની મદદ આ ટીમે જ કરી છે અને હાલ પણ પોપટભાઈ ટીમ અગ્રેસર છે મિત્રો આજે એક એવા દાદીમાઁ વિશે જણાવીશું જેઓ સાવ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવતા હતાં.
જેમની મદદ કરવા માટે પોપટભાઈની ટીમ આવી હતી આ દાદીમાઁ મૂળ અમદાવાદના છે તેમ માઁજીએ જ જણાવ્યું હતું તેમણે એમ જણાવ્યું હતું કે અમે મહારાજ છીએ હું ગૌસ્વામી છું અને હાલ મારૂ કોઈ નથીં તો તેમને પોપટભાઈએ કહ્યું કે અમે તમારા છીએ અને શાંત પાડવાની કોશિશ કરી હતી. મેલા વસ્ત્રો અને વાળમાં હજારો ઘુંચથી ઓટલા પર રહેતા.
દાદીમાઁ પહેલા તો વાળ ઉતારવામાં આવ્યાં જેથી કરીને તેમના માથાના ભાગે હળવાશ અનુભવે તેમના પરિવાર વિશે વાત કરીએ તો હાલ તો તેઓ એકલા રહે છે અને પહેલા તેમના પતિ હતાં પરંતુ તેમનું અવસાન થતાં ઓટલા પર રહેવા મજબૂર બન્યા હતાં તેઓ તેમના જીવનમાં એકલા રહેતા તો કહે છેકે મારૂ કોઈ જ નથીં જે હતું તે ભગવાને લઈ લીધું.
વધુ વાંચો:કપિલ શર્મા શો માં જોવા મળતા ચંદુ ચા વાળા ની પત્નીની હોટનેશ જોઈ તમે પણ દીવાના થઈ જશો…
પછીથી તે ન્હાયા ધોયા વગરના ઓટલા પર બેસી રહેતા દાદીમાઁ પાસે પાણી પણ ન હોવાથી ન્હાતા નહીં વાળમાં કીડા પણ પડી ગયાં હતાં જેથી કરીને વાળ કાપવાનો વારો આવ્યાં હતો હાથમાં મોટા મોટા ખરાબ રીતે નખ હતાં જે જોઈ કહેતા કે જુઓ તો મારી હાલત કેવી ખરાબ છે વાતે વાત કરીને કહે છે મારૂ કોઈ નથીં.
તેમ કહેતા પોપટભાઈ કીધું કે અમે હવે તમારા જ છીએ આવી રીતે આ દાદીના જીવનમાં એક પરિવર્તન લાવવાની કોશિશ પોપટભાઈની ટીમે કરી હતી તમને જણાવી દઈએ કે માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ આવા ઉદેશ્ય સાથે ચાલતા પોપટભાઈ આજે આખા ગુજરાતમાં ભગવાનનું સ્વરૂપ બનીને આવ્યા છે તેમ લોકો જણાવી રહ્યા છે.
તેમની જે કામગીરી છે તેને જોઈ સૌ કોઈ લોકો વિચારતા થયાં છે જેમાં કોઈ આંધળુ હોય અપંગ કે પછી વૃદ્ધ તમામ લોકોને એક જ સરખી મદદ કરવામાં આવેછે જે લોકો જાત મહેનતથી આગળ વધવા માંગે તેમને તો આ ટીમ દ્વારા કામ પણ પૂરૂ પાડવામાં આવ્યું છે ઘણી ખરી વિધવા બહેનનોને આ ટીમ દ્વારા કામ આપવામાં આવ્યુંછે.
જે યુવતી સિલાય કામ કરીને પોતાનું ઘર ચલાવે છે તેને સિલાય મશીન આપવામાં આવ્યાં છે જ્યારે અપંગ વ્યક્તિ હોય તે પોતાના જીવનમાં કઈ કરવા માંગતા હોય તે માટે કેબિનની સુવિધા પૂરી પાડવામાં આવી છે મિત્રો પોપટભાઈની આ પ્રસંશીય કામગીરી પસંદ આવી હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.